અંત : કરણ થી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિ નો સંગ ,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડિયો ન હોઈ રંગ રે .....અંત : કરણ થી
અંતર નથી જેનું ઉજળું ,
ને જેને મોટાપણું મનમાંય રે ,
તેને બોધ નવ દીજીયે,
ને જેની વૃત્તિ હોઈ આયને ને ત્યાં રે....અંત : કરણ થી
શઠ નવ સમજે સાનમાં,
ને ભલે કોટી ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જય ,
ને એવાથી અંતે ફજેતી થાય રે .....અંત : કરણ થી
એવાને ઉપદેશ કદી નવ દેવો ,
ને ઉલ્ટી ઉપાધિ વધતી જાય રે ,
ગંગા રે સતી એમ બોલિયાં રે ,
એવાને કરવો નહિ ઈતબાર રે .....અંત : કરણ થી

No comments:
Post a Comment