Saturday, January 26, 2019

સર્વ ઇતિહાસ નો ।। Sarv Etihas No || Gangasati Panbai Lyrics Bhajan

સર્વ ઇતિહાસ નો સિદ્ધાંત એક છે 
સમજવી સદ્દગુરુ કેરી શાન રે 
વિપત્તિ આવે પણ વૃત્તિ ના ડગાવવી 
મેલી દેવું અંતર નું મન રે ...સર્વ ઇતિહાસ નો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવા ની થઈ  છે
જેને શીશ ને કર્યા કુરબાન રે 
વિપત્તિ તો એના ઉરમાં નવ આવે 
જેને મહારાજ થયા મહેરબાન રે ...સર્વ ઇતિહાસ નો

શીશ તો પડે જેના ધડ નવ રહે 
જેને સાચો રે માંડ્યો સંગ્રામ રે 
પોતાનું શરીર જેને વ્હાલું નવ કીધું 
ત્યારે રીઝે આતમ રામ રે ...સર્વ ઇતિહાસ નો

ભક્તિ વિના ભગવાન રીઝે નહિ 
ભલે કોટ્ટી કરે ઉપાય રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
આપદા ભક્તિ વિના નવ જાય રે ...સર્વ ઇતિહાસ નો

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan

No comments:

Post a Comment