શાન માં રે શાન માં તમને ગુરુજીની કહું
ઉપજે આનંદ કેરો ઓધ રે
સિદ્ધ અનુભવ એના ઉર માં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... શાન માં રે શાન માં
ચૌદ લોક થી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લ્યો ઓરખાણ રે
યથાર્થ બોધ વચન નો સુનો પાનબાઈ
મટ્ટી જાય મન ની તાણાવાણ રે ... શાન માં રે શાન માં
વચન થકી ચૌદ લોક રચના
વચન થકી સુરજ ને ચાંદ રે
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે ... શાન માં રે શાન માં
વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે નહિ બીજું કાય રે
ગંગાસતી એમ બોલિયાં રે
નડે નહિ માયા કેરી છાંય રે ... શાન માં રે શાન માં
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan

No comments:
Post a Comment