સ્થિરતા એ રહેજો ને વચન માં ચાલજો
ને રાખજો રૂડી રીત રે
અજાણ્યા સાથે વાત નવ કરજો
ને જેનું મન સદા વિપરીત રે ...સ્થિરતા એ રહેજો
આગળ ઘણા મહાત્માઓ થઈ ગયા
ને તેણે કુપાત્ર નો કર્યો નિષેધ રે
એક આત્મા જાણી ને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતર માં ખેદ રે ...સ્થિરતા એ રહેજો
લિંગ વાસના માં જેનું ચિત્ત લાગ્યું
ને આશક્ત છે વિષ માંય રે
એવા ને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ ઉરમાંય રે ...સ્થિરતા એ રહેજો
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચૂકવો નહિ અભિયાસ રે
ગંગાસતી એમ બોલિયા રે
ત્યાં ટકે નહિ દૂરી જાણ નો વાસ રે ...સ્થિરતા એ રહેજો
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan

No comments:
Post a Comment