Friday, November 23, 2018

એકાગ્ર ચિત્ત કરી સાંભળો || Akagra Chitt Kari Sambhado || GANGA SATI LYRICS BHAJAN

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ
મોટો કહું છું ઇતિહાસ રે 
એ ઇતિહાસ સાંભળશો ત્યારે 
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે....એકાગ્ર ચિત્ત કરી

મનવાણીથી પરની વૃત્તિ જેણે
મોહજીત એવું એનું નામ રે 
ભજન કરે આઠે પહોર હરિનું 
લે છે નિરંતર નામ રે ....એકાગ્ર ચિત્ત કરી

વેદ કરે છે જેના વખાણ ને 
જે ખોજ્યો ન આવે હાથ રે 
બેહદ ની જેને ભક્તિ કીધી રે 
એ રમી રહ્યો તેની સાથે ....એકાગ્ર ચિત્ત કરી

મળવિક્ષેપ જેના મટી ગયા  રે 
ટળી ગયા દુબજાનાં ડાધ રે 
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ 
એવાને પ્રકટે વૈરાગ્ય રે ....એકાગ્ર ચિત્ત કરી


ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        

No comments:

Post a Comment