Friday, November 23, 2018

ઉલટ સમાવિયો સુલટમાં || Ulatma Samaviyo Sulatma || GANGA SATI LYRICS BHAJAN

ઉલટ સમાવિયો સુલટમાં 
ને સુરતા ગઈ સૂન માય રે 
ભાળી સ્વામીની ભોમકા 
ને હરિ જોયા અખંડ સૂન માય રે...ઉલટ સમાવિયો 

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે 
બ્રહ્મ ભાળીયા એક તારમાં 
ને તુટીયો પ્રપંચ નો કંદ રે...ઉલટ સમાવિયો 

અવિનાશી મેં અખંડ જોયા 
ને જ્યાં નામ રૂપ નો નાશ રે
સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામી 
ને તેને જોય લ્યો ઉલ્લાસ રે ...ઉલટ સમાવિયો 

એવાય પદ અખંડ અનામી 
ને તેને જોય થયો ઉલ્લાસ રે 
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં 
ને કીધો મૂળ અવિધાનો નાશ રે ...ઉલટ સમાવિયો  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment