Saturday, November 24, 2018

એટલી શિખામણ દઈ || Etli Shikhaman Day || PANBAI LYRICS BHAJAN || Gangasati Lyrics Bhajan

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલીયું 
ને વાળ્યું સતીએ પદ્માસન રે
મન વચન ને સ્થિર કરી દીધું 
ને અંતર જેનું છે પ્રસન્ન રે ... એટલી શિખામણ 

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું 
ને લાગી સમાધિ અખંડ રે 
મહાદસ પ્રગટાવી તે ઘડી 
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે... એટલી શિખામણ 

બ્રહ્મ રૂપ જેવી વૃત્તિ બની ગઈ 
ને અંતર રહ્યું નહિ લગાર રે 
સુરતા એ સુનમાં જઈ વાસ કીધો 
ને અરસપરસ થયા એકતાર રે... એટલી શિખામણ 

નામ ને રૂપ ની મટી ગઈ ઉપાધિ 
ને વૃત્તિ લાગી પિંડ ની પાર રે
ગંગાસતી નું શરીર પડી ગયું 
ને મળી ગયો હરિમાં તાર રે ... એટલી શિખામણ   

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        




  

No comments:

Post a Comment