Monday, November 26, 2018

ગુપ્ત રસ આ જાણી લેજો || PANBAI LYRICS BHAJAN || GUPAT RASS

ગુપ્ત રસ આ જાણી લેજો પાનબાઈ 
જેથી જાણવું રહે નહિ કાઈ
ઓદ્ય રે આનંદના કાયમ રહે 
ને સેજે સંશય બધા મટીજાય ...ગુપ્ત રસ 

શૂરવીર થઈને સંગ્રામે ચઢવું પાનબાઈ 
માયલું મન ફરી ઉભું ન થાય 
કેવળ ભક્તિ ને તમે એમ પામો પાનબાઈ
જેથી જન્મ મરણ સહેજે મટી જાય...ગુપ્ત રસ

પ્રપંચના તોડી નાખો પડળ પાનબાઈ
તો તો પંચરંગી પાર જણાય 
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ
ભાવ કભાવ મનમાં નહિ થાય  ...ગુપ્ત રસ 

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ
ભજન કરો ભરપૂર રે
ગંગા રે સતી એમ બોલિયાં રે
વરસાવો નિર્મળ નીર રે  ...ગુપ્ત રસ 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment