Monday, November 26, 2018

ગંગાસતી જયારે સ્વધામ ગયા || GANGASATI SWADHAM GAYA || GANGASATI BHAJAN

ગંગાસતી જયારે સ્વધામ ગયા ત્યારે 
પાનબાઈ ને થયો અફસોસ રે 
વસ્તુ ને વિચારતા આનંદ ઉપજ્યો 
ને મટી ગયો મન નો સર્વે ક્ષોભ રે ...ગંગાસતી જયારે

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈ બેઠા 
સંકલ્પ સમરૂ ચિત્તમાંહી રે 
હાનિ ને લાભ ની મટ્ટી ગઈ કલ્પના 
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્ત માહી રે...ગંગાસતી જયારે

જ્યાં રે જોવે ત્યાં હરિ ભાળ્યા ને 
રસ તો પીધો અગમ અપાર રે 
એક નવધા ભક્તિ ને સાધતા 
મળી ગયો તુરીયા માં તાર રે ...ગંગાસતી જયારે

ત્યાં તો એટલા માં અજુભા આવ્યા 
તેને કરાવ્યો સત્સંગ રે 
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે 
હવે કોણ ચઢાવે પૂર્ણ રંગ રે ...ગંગાસતી જયારે



ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment