Monday, November 26, 2018

Panbai Bhajan Lyrics || ચક્ષુ બદલાણી ને || Chaxu Badlani Ne

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી 
ને ફળી ગઈ પુરવની પ્રીત રે 
ટળી ગઈ અંતરની આપદા
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે...ચક્ષુ બદલાણી ને

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો
ને ગયો પશ્ચિમ દિશા માંહ્ય રે
સુસ્તી ચડી ગઈ ચુનમાં
ને ચિત્ત માહી પુરુષ ભાળ્યા ત્યાં રે...ચક્ષુ બદલાણી ને

અવિગત અલખ અખંડ અવિનાશી રે 
અવ્યકતા પુરુષ અવિનાશી રે 
બાળી ને સુરતા એમાં લય થઈ ગઈ
હવે મટી ગયો જન્મ નો ભાસ રે...ચક્ષુ બદલાણી ને

ઉપદેશ મળી ગયો 
ને કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ રે
ગંગા રે સતી એમ બોલ્યા
ને આવ્યો પરિપૂર્ણ વિશ્વાસ રે ...ચક્ષુ બદલાણી ને  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        

No comments:

Post a Comment