Monday, November 26, 2018

છુટા છુટા તિર અમને || Chhuta Chhuta Tir Amne || GANGASATI BHAJAN

છુટા છુટા તિર અમને મારો માં રે બાઇજી 
મુજ થી સહ્યા નવ જાય રે 
કલેજા અમારા એણે વીંધી નાખ્યા બાઇજી
છાતી મારી ફાટુ ફાટુ થાય રે... છુટા છુટા તિર 

બાણરે વાગ્યા ને રૂંવાડા વીંધાણા 
મુજથી નવ સહેવાય રે 
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરો ને કાય રે ... છુટા છુટા તિર 

બાણ તમને હાજી નથી લાગ્યા પાનબાઈ
બાણ રે વાગ્યા ની ઘણી વાર રે
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે ... છુટા છુટા તિર 

બાણ રે વાગ્યા હોઈ તો  બોલાય નહિ પાનબાઈ
પરિપૂર્ણ વચન માં વર્તાય જો 
ગંગાસતી રે એમ જ બોલ્યા
પૂર્ણ અધિકારી કહેવાય જો ... છુટા છુટા તિર  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment