Tuesday, November 27, 2018

જીવને શિવની થઈ || Jivne Shivni Thai || GANGASATI PANBAI BHAJAN

જીવને શિવની થઈ એકતા 
ને પછી કહેવું  નથી રહ્યું કાંઈ રે
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે 
સમાય રહ્યો સુનની માય  રે...જીવને શિવની

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા 
ને વર્તો કાયમ ત્રિગુણથી પાર રે
રમો સદા એના સંગમાં 
ને સુરતા લગાડી બાવન બાર રે...જીવને શિવની

મૂળ પકૃતિથી છુટીંગયા 
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે 
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું 
ને જ્યાં વર્ષો સદા સ્વાંત રે ...જીવને શિવની

સદા આનંદ હરિના સ્વરૂપ માં જે 
જ્યાં મટી મનની તાણાવાણ રે 
ગંગા રે સતી એમ બોલિયાં રે 
તમે પદ પામ્યા નિર્વાણ રે ...જીવને શિવની

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment