Friday, November 30, 2018

દળી દળી ને ઢાંકણીમાં || Dadi Dadi Ne Dhankadi Maa || Gangasati Lyrics Bhajan

દળી દળી ને ઢાંકણીમાં ઉભરાવવું 
ને એવું કરવું નહિ કામ રે 
આપણી વસ્તુ ન જાય અવસ્થા 
ને એ જવાનું લેવું નહિ નામ રે ...દળી દળી ને 

સેવા કરવી છેલ્લા જન્મ વાળાની 
ને ભજન માં જોવા સંસ્કાર રે 
જોવા પૂરવનું પુરુષાર્થ હોય એહનું
ને તો મેળવવો વાતનો એક તાર રે ...દળી દળી ને 

વિષયવાળાને  આ વાત ન કહેવી 
ને એથી રાખવું અલોપ રે 
દેખા દેખી એ નર ને કંઠી બંધાવે 
ને શુદ્ધ રંગનો ચઢે ના ઓપ રે ...દળી દળી ને 

ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ 
ને એવાને ન લાગે હરિનો લેશ રે 
ગંગા રે સતી એમ બોલિયાં રે 
એવો ત્યાંથી ભાળે અખંડ દેશ રે  ...દળી દળી ને 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        

No comments:

Post a Comment