Friday, November 30, 2018

ઝીલવો જ હોઈ તો રસ || Jilvoj Hoy To Ras || Gangasati Lyrics BHAJAN

ઝીલવો જ હોઈ તો રસ ઝીલી લેજો પાનબાઈ
પછી પસ્તાવો થશે રે
અગમ અગોચર રસનું નામ છે 
એ તો પૂરણ અધિકારી ને ઠેરાશે ... ઝીલવો જ હોઈ તો  

માનરે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ 
જુવોને વિચારી તમે મનમાં રે 
દ્રશ્ય પદારથ નથી રેવાનાં પાનબાઈ 
સૂણો ચિત્ત દય ને વચન માં રે ... ઝીલવો જ હોઈ તો  

આતો ગુંજાનો લાડવો પાનબાઈ 
અહંભાવ ગયા વિના ન ખવાય રે 
કોતો જનમ ની મટાડો જંખના ત્યાં રે 
જાતિ રે પણુ વયુ જાય ... ઝીલવો જ હોઈ તો  

દ્રષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ 
તો તો સહેજે આનંદ વર્તાય રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
આપ માં આપ મળી જાય રે ... ઝીલવો જ હોઈ તો  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment