Friday, November 30, 2018

Gangasati Lyrics Bhajan || ધ્યાન ધારણા કાયમ રાખવી || Dhyan Dharna Kayam Rakhvi

ધ્યાન ધારણા કાયમ રાખવી 
ને કાયમ કરવો અભ્યાસ રે 
ભાળી ગયા પછી તૃપ્ત ન થવું 
ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ...ધ્યાન ધારણા

ગુરુ ના વચન માં ચંગોપાંગ ઉતરવું
ને કાયમ કરવું ભજન રે 
આળસ કરી ને સુઈ નવ રહેવું 
ભલે કબ્જે કરિયું પોતાનું મન રે...ધ્યાન ધારણા

આઠે પહોર રહેવું આનંદમાં 
જેથી વધુ ને વધુ જાગે પ્રેમ રે 
હંમેશા અભ્યાસ મુકવો નહિ 
ને છોડી દેવું નહિ નામ રે ...ધ્યાન ધારણા

નિત્ય પવન ઊલટાવવો 
ને રમવું સદા હરિ ને સંગ રે 
ગંગા સતી એમ બોલિયાં રે 
ચડે નહિ દુજો રંગ રે ...ધ્યાન ધારણા

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        

No comments:

Post a Comment