કળજુગ આવ્યો હવે કારમો રે
તમે સુણજો નર ને નાર
ભક્તિ ધર્મ તે માંહે લોપાશે
રહેશે નહિ તેની મર્યાદ...કળજુગ આવ્યો
ગુરુજીના કીધા ચેલો નહિ માને
ને ઘેર ઘેર જગાવશે જ્યોત
ને ઘેર ઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી અકાંન્તે બેસશે
ને નહિ રહે આત્મ ઓરખાણ...કળજુગ આવ્યો
વિષય ના વેપારમાં ગુરુજીને વામશે
જુઠા હશે નર ને નાર
જુઠા હશે નર ને નાર
આડ ધરમ ની ઓથ લેશે
પણ રાખે નહિ અલખ ઓરખાણ...કળજુગ આવ્યો
એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણાવાણ રે
ને કરશે તાણાવાણ રે
કજિયા કલેશ ની વૃદ્ધિ થાશે ત્યારે
નહિ આવે ધણી મારો દ્વાર ...કળજુગ આવ્યો
સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે
ને ધણી પધારે એને દ્વાર રે
ગંગા રે સતી એમ બોલિયાં રે
તમે કરજો સાચા નો સંગ ...કળજુગ આવ્યો
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan
No comments:
Post a Comment