Friday, November 30, 2018

નવધા ભક્તિમાં || Navdha Bhakti Maa || GangaSati Lyrics Bhajan

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું 
ને રાખવો વચનનો વિશ્વાસ રે 
સદ્દગુરુ ને પૂછીને પગલાં રે ભરવા 
ને થઈ ને રહેવું એના દાસ રે...નવધા ભક્તિમાં  

રંગને રૂપમાં રમવું નહિ 
ને કરવો ભજનનો અભ્યાસ રે 
સદ્દગુરુ સંગે નિર્મળ રહેવું
ને તજી દેવો દેવી ફળ કેરી આસ રે ...નવધા ભક્તિમાં  

દાતા ને ભોક્તા હરિ એમ કહેવું 
ને રાખવું નિર્મળ ધ્યાન રે 
સદ્દગુરુ ચરણમાં શીશ રે નમાવવું 
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ...નવધા ભક્તિમાં  

અભ્યાસીને એવી રીતે રહેવું 
ને જાણવો વચનનો મરમ રે
ગંગા રે સતી એમ બોલિયાં રે પાનબાઈ 
છોડી દેવા અશુદ્ધ કરમ રે...નવધા ભક્તિમાં   

 ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                             
   

No comments:

Post a Comment