Friday, November 30, 2018

જ્યાં લગી લાગ્યાનો ભય || Gangasati Lyrics Bhajan || Jya Lagi Lagya No Bhay

જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં 
ત્યાં લગી ભક્તિ નવ થાય રે 
શરીર પડે વાકો ધડ લડે
સોઈ મરજીવા કહેવાય રે... જ્યાં લગી લાગ્યાનો

પોતાનું શરીર મને નહિ મનનું 
શરીરના ધણી મટી જાય રે 
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવે 
ત્યારે પૂરા નિજારી કહેવાય રે ... જ્યાં લગી લાગ્યાનો

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને 
મેલી દેવી મનની તાણાવાણ રે 
પક્ષા પક્ષી નહિ હરિ કેરા દેશમાં 
એનું નામ જ પદની ઓરખાણ રે ... જ્યાં લગી લાગ્યાનો

અટપટો ખેલ ઝટપટ સમજાય ના 
એ તો જાણવા જેવી છે વાત રે 
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ 
ત્યારે મટી જાય સાચી જાત રે ... જ્યાં લગી લાગ્યાનો

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        


No comments:

Post a Comment