Thursday, November 29, 2018

જુગતીને તમે જાણી લેજો || Gangasati Panbai LYRICS Bhajan || Jugti Ne Tame Jani Lejo

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ 
મેળવી વચન નો તાર રે 
વચનરૂપી દોરામાં સુરતા ને બાંધો 
ત્યાંરે મટી જાશે જમણા માર રે...જુગતીને તમે જાણી 

જુગતિ જાણ્યા વિના ભક્તિ ના શોભે 
ને મર્યાદા લોપાઈ જાય રે 
ધરમ અનાદિનો જુગતીથી ખેલોતો 
જુગતીથી અલખ જણાય રે...જુગતીને તમે જાણી 

જુગતીથી સહેજે ગુરુપદ જડેને 
જુગતીથી તાર બંધાય  રે 
જુગતીથી ત્રણ ગુણ  નડે નહિ ને
જુગતી જાણ્યેથી પર જવાય રે ...જુગતીને તમે જાણી 

જુગતી જાણે તેને રોકે નહિ કોઈ 
તે તો હરિ સમ બની જાય રે 
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ 
તેને નામે જગના નરનાર રે ...જુગતીને તમે જાણી  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment