Sunday, November 25, 2018

Gangasati Lyrics Bhajan || કળજુગ માં જતીસતી || KALIYUG MA JATISATI

કળજુગ માં જતીસતી સંતાશે ને 
કરશે એકાંત માં વાસ રે 
કુડા ને કપટી ગુરુને ચેલા 
પરસ્પર નહિ વિશ્વાસ રે....કળજુગ માં જતીસતી

ગુણી ગુરુને ચતુર ચેલો પણ 
બેય માં ચાલશે તાણાવાણ રે 
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને 
ગાદી ના ચાલશે ધમાસાણ રે....કળજુગ માં જતીસતી

ચેલકો બીજા ચેલા પર મોહશે ને 
પોતે ગુરુજી થઈ બેસે રે 
ગુરુજી ની દીક્ષા લય શિક્ષા ન માને
જ્ઞાન ને ગમ નહિ લેશ રે ....કળજુગ માં જતીસતી

ચેલો ચેલો કરી કંઠીઓ બાંધશે ને 
બોધમાં કરશે બકવાદ રે 
પેટ ને પોષવા ભીખીને ખાશે ને 
પુરુષાર્થ માં પરમાદ રે....કળજુગ માં જતીસતી

ધનને હરવા છળ કરશે ને 
નિતનવા ગોતશે લાગ રે 
આસન ઉથાપી કરશે ઉતારા ને 
વિષય માં એને અનુરાગ રે....કળજુગ માં જતીસતી

વાદવિવાદ ને ધરમકરમ માં 
ચુકશે નહિ એ હાણ રે 
ગંગાસતી કહે એવાથી ચેતજો
કળજુગના જાણી પરમાણ રે....કળજુગ માં જતીસતી   

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment