Sunday, November 25, 2018

કાળધર્મને સ્વભાવને જીતવો || KALDHARM NE SWABHAVNE JITVO || PANBAI LYRICS BHAJAN

કાળધર્મને સ્વભાવને જીતવો 
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે 
સમાપણેથી સર્વેમાં વર્તવું 
ને ટાળી દેવો મનનો વિરોધ રે...કાળધર્મને 

નિર્મળ થઈ ને કામને જીતવો 
ને રાખવો અંતર માં વૈરાગ રે 
જગત ના વૈભવને મિથ્યા જાણી 
ને ટાળી દેવો દુબજાનો ડાગ રે...કાળધર્મને

આલોક પરલોકની આશા તજવી
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે 
તરણા સમાન સહુ સિદ્ધિઓ ને ગણવી 
ને મેલવું અંતરનું માન રે...કાળધર્મને 

ગુરુમુખી હોઈ તેને એમજ રહેવું 
ને વર્તવું વચનથી માય રે 
ગંગાસતી એમ બોલિયાં રે 
એને નડે નહિ જગતમાં કોઈ રે ...કાળધર્મને

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment