Friday, November 30, 2018

પદ્માવતીના જયદેવ સ્વામી || Gangasati Panbai Lyrics Bhajan || Padmavati Na Jaydev Swami

પદ્માવતીના જયદેવ સ્વામી 
તેનો  પરિપૂર્ણ કહું ઇતિહાસ રે 
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ 
એતો થયા હરિના દાસજી...પદ્માવતીના જયદેવ 

ગીતગોવિંદનું જયદેવે કીધું 
જેનું નામ અષ્ટપદી કહેવાયજી
પદ પદ પ્રત્યે ભક્તિ રસ પ્રગટીયો 
જેથી પદ્માવતી સજીવ થાયજી ...પદ્માવતીના જયદેવ 

ગોપીયું ને કૃષ્ણની લીલા લખતા 
જયદેવ રહ્યા જોને સમાયજી
સ્વહસ્તે આવી ને ગોવિંદ લખી ગયા 
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્ય જી ...પદ્માવતીના જયદેવ 

ભક્તિ એવી પરમ પદદાઈની
તમને કહું છું સમજાય જી 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
તો જીવ મટી ને શિવ થાય જી ...પદ્માવતીના જયદેવ   

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                               

No comments:

Post a Comment