Friday, November 30, 2018

પરિપૂર્ણ સત્સંગ || Paripurn Satsang || Gangasati Lyrics Bhajan

પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું 
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે 
જનમવા મરવાનું તમારૂ મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે... પરિપૂર્ણ સત્સંગ

નામ રૂપને મિથ્યા જાણો ને 
મેલી દેજો મનની તાણાવાણ રે 
આવો બેસો એકાંતમાં  ને તમને 
પદ આપું નિર્વાણ રે... પરિપૂર્ણ સત્સંગ

સદા રહો સત્સંગમાં ને 
કરો આગમની ઓરખાણ રે 
નૂરત સુરતથી નિજ નામ પકડીને 
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ સત્સંગ

મેલ ટળે ને વાસના ગળે 
ન કરો પુરણનો અભિયાસ રે 
ગંગા રે સતી એમ બોલિયાં 
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ સત્સંગ 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment