કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે
ને સમજીને રહીયે ચૂપ રે
લાલચ આપેને દ્રવ્ય કરે ઢગલા રે
ભલે હોઈ શ્રીમંત કે ભૂપ રે... કુપાત્રની
ભજની જનોને ભક્તિમાં રહેવું
કરવો સ્મરણ નીર્ધાર રે
અજ્ઞાની આગળ નવ ઉચ્ચારવું ને
બાંધવા સુરતા કેરા તાર રે... કુપાત્રની
ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે... કુપાત્રની
સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહિ કોઈના પર દ્રેષ રે
ગંગા રે સતી એમ બોલિયાં
એવા ને દેખાડવો હરિ નો દેશ રે... કુપાત્રની
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan
ને સમજીને રહીયે ચૂપ રે
લાલચ આપેને દ્રવ્ય કરે ઢગલા રે
ભલે હોઈ શ્રીમંત કે ભૂપ રે... કુપાત્રની
ભજની જનોને ભક્તિમાં રહેવું
કરવો સ્મરણ નીર્ધાર રે
અજ્ઞાની આગળ નવ ઉચ્ચારવું ને
બાંધવા સુરતા કેરા તાર રે... કુપાત્રની
ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે... કુપાત્રની
સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહિ કોઈના પર દ્રેષ રે
ગંગા રે સતી એમ બોલિયાં
એવા ને દેખાડવો હરિ નો દેશ રે... કુપાત્રની
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan
No comments:
Post a Comment