Saturday, December 1, 2018

પાકો પ્રેમ જયારે અંગમાં || Pako Prem Jyare Angma || Gangasati Lyrics Bhajan

પાકો પ્રેમ જયારે અંગમાં આવે
ત્યારે સાધના સર્વે શમી જાય રે
કરવું એને કાઈ નવ પડે ને
સહજ સમાધિ એને થાય રે ...પાકો પ્રેમ જયારે

કરતા પણુ સર્વે મટી જાય ત્યારે
જગત જૂઠું જાણ્યું જણાઈ રે
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મલ
ત્યારે ખરી દ્ઢતા બંધાઈ રે...પાકો પ્રેમ જયારે

કોઈ પ્રપંચ એને નડે નહિ
જેના મટી ગયા પૂર્ણ વિકાર રે
અંતરમાંથી જેને મર્યાદા ત્યાગી
અટકે નહિ જગત વ્યવહાર રે ...પાકો પ્રેમ જયારે

શુદ્ધ વચન માં સુરતા બંધાણી ને
મટી ગયા વાદ-વિવાદ રે
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ
એને આવે સુખ સ્વાદ રે ...પાકો પ્રેમ જયારે 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         





No comments:

Post a Comment