Saturday, December 1, 2018

ભક્તિ હરિની પદમણી || Bhakti Harini Padamni || Gangasati Panbai Lyrics Bhajan

ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ 
રહે છે હરિ એની પાસ રે
એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે 
જયારે થાવ સદગુરૂના દાસ રે... ભક્તિ હરિની 

અભયભાવના લક્ષણ બતાવું તે 
સુણો તમે એકાગ્ર ચિત્ત રે 
એના રે લક્ષણ સાંભળતા પાનબાઈ 
અભયભાવ ચિત્તમાં પ્રગટાય રે... ભક્તિ હરિની 

સદગુરૂ વચનમાં સુરતાને રાખો 
તો હું ને મારુ મટી જાય રે 
નિંદાને સ્તુતિ જયારે સમતુલ્ય ભાસે 
ત્યારે અભયભાવ થયો કહેવાય રે ... ભક્તિ હરિની 

અભયભાવ વિના ભક્તિ ન આવે 
મરને કોટી કરો ઉપાય રે 
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ 
તે વિના જીવપણું નવ જાય રે ... ભક્તિ હરિની  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment