Saturday, December 1, 2018

મનવૃત્તિ જેની સદાય નિર્મળ || Manvruti Jeni Saday Nirmad || Gangasati Lyrics Bhajan

મનવૃત્તિ જેની સદાય નિર્મળ 
પડે નહિ ભવસાગર માય રે 
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું 
લાગે નહિ માયા કેરી છાંય રે...મનવૃત્તિ જેની 

પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે નહિ 
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે 
આવરણ એને એકે નહિ આવે 
વિપરીત નથી જેનું મન રે...મનવૃત્તિ જેની 

અંતરની આપદા સર્વે મટી ગઈ 
જેને સદગુરૂ  થયા મહેરબાન રે 
મન કર્મ થકી જેને વચન પાળયુ 
મેલી દીધું અંતર કેરું માન ...મનવૃત્તિ જેની 

હાનીને લાભ એકેય નહિ એના ઉરમાં 
જેણે માથે સદગુરુનો હાથ રે 
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ 
ટળી ગયા ત્રિવિધિનાં તાપ રે ...મનવૃત્તિ જેની  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment