Saturday, December 1, 2018

ભક્તિ રે કરવી એણે || Bhakti Re Karvi Ene || Gangasati Bhajan Lyrics

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું  
મેલવું અંતરનું અભિમાન રે 
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવી ને 
કર જોડી લાગવું પાય રે ...ભક્તિ રે કરવી એણે 

જાતિ પણું છોડીને અ જાતિપણું થાવુને 
કાઢવો વર્ણ વિકાર રે 
જાતિને ભ્રાંતિ નહિ હરિ કેરા દેશમાં 
એવી રીતે રહેવું નિર્મળ રે ...ભક્તિ રે કરવી એણે 

પાર્ક અવગુણ કોઈના જુએ નહિ 
એને કહીયે હરિ કેરા દાસ રે 
આશાને તૃષ્ણા નહિ એકેય જેના ઉરમાં 
એનો દ્રઢ રે કરવો વિશ્વાસ રે  ...ભક્તિ રે કરવી એણે 

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ 
રાખજો વચનમાં વિશ્વાસ રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
હરિજન હરિ કેરા દાસ રે  ...ભક્તિ રે કરવી એણે 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment