Saturday, December 1, 2018

પ્રેમલક્ષણા ભક્તિ || Premlaxna Bhakti || Gangasati Panbai Lyrics Bhajan

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી 
તેને કરવું પડે નહિ કાંઈ રે 
સદ્દગુરુ વચનથની  છાયા પડી ગઈ 
તેને અઢળક પ્રેમ ઉરમાંય રે...પ્રેમલક્ષણા ભક્તિ

પ્રેમલક્ષણા ભક્તિ સબરીએ કીધી ને 
હરિએ આરોગ્ય હેઠા બોર રે 
આવરણ અંતરમાં એકેય નહિ આવ્યું ને 
ચાલ્યું નહિ ત્યાં યમનું જોરે રે...પ્રેમલક્ષણા ભક્તિ

પ્રેમ પ્રગટયો  વિદુરની નાર ને
ભૂલી ગઈ દેહ કેરું ભાન રે 
કેળાની ચાલ માં હરીને રિઝવ્યાને 
છૂટ્યું  અંતરનું એનું માન રે...પ્રેમલક્ષણા ભક્તિ

એવો રે પ્રેમ જેને પ્રગટિયો 
તે સહેજે હરિ ભેગો થાય રે 
ગંગા રે સતી એમ બોલિયાં રે પાનબાઈ 
તેથી યમરાજ દૂર થાય રે ...પ્રેમલક્ષણા ભક્તિ 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

 



No comments:

Post a Comment