Thursday, December 6, 2018

વચન વિનેકી જે નરનારી || Vachan Viveki Je NarNari || Gangasati Bhajan Lyrics

વચન વિનેકી જે નરનારી પાનબાઈ  
બ્રમ્હાદિક લાગે તેને પાઇ રે 
યથાર્થ વચન સાન જેણે જાણી 
એને કરવું પડે નહિ બીજું કઈ રે...વચન વિનેકી

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે
એતો ગત ગંગાજી કહેવાય  રે 
એકમ ના થઈને આરાધ કરે તો 
નકલંક પ્રસન્ન થાઈ રે...વચન વિનેકી

વચને થાપણ ને વચને ઉથાપન 
વચને મંડાય પ્રભુનો પાઠ રે 
વચનના પુરા એતો નહિ રે અધૂરા 
વચનનો લાવે જોને ઠાઠ રે ...વચન વિનેકી

વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ 
વચન છે ભક્તિનું અંગ રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
કરવો વચનવાળા નો સંગ રે ...વચન વિનેકી

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment