Saturday, December 8, 2018

વચન સૂણીને || Vachan Sunine || Gangasati Bhajan Lyrics

વચન સૂણીને  બેઠા એકાંતમાં 
ને સુરતા લગાવી ત્રાટક માંહ્ય રે 
સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા 
ને ચિત્ત લાગ્યું વચનની માંહ્ય રે...વચન સૂણીને

ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે 
ને જમાવી આસાન એકાંતમાં 
જતી અભિમાનનું ભેદ મટી ગયો 
ને વર્તે છે એવા વર્તમાન રે ...વચન સૂણીને

ચંદ્ર સૂરજની નાડી જે કહીયે 
ને તેનું પાળે છે વર્તમાન રે 
ચિત્તમાં માત્ર જે વચન મૂકે ...વચન સૂણીને

ક્રિયા શુદ્ધ થઇ ત્યારે અભ્યાસ જાગ્યો 
ને પ્રગટ્યું નિર્મળ જ્ઞાન રે 
ગંગાસતી રે એમ બોલિયાં પાનબાઈ 
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે...વચન સૂણીને

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan 
                         

No comments:

Post a Comment