Tuesday, December 4, 2018

લાભજ લેવો હોઈ તો || Labhj Levo Hoi To || Gangasati Lyrics Bhajan

લાભજ લેવો હોઈ તો બેસોને એકાંતમાં 
કૂંચી રે બતાવું અપાર રે 
એ કૂંચી થી બ્રહ્મ ના તાળા ઉઘડે
ને લાગે ભજનમાં એક તાર રે... લાભજ લેવો 

પ્રથમ મુખ્ય ધારણ રાખો ને 
દશા ને રાખો ગંભીર રે 
નિયમ બારું બોલવું નહિ ને 
ધારણા રાખવી ધીર રે... લાભજ લેવો 

આહાર તો સર્વે સતગુણી કરવો 
ને રુડી પાળવી રીત રે 
ગુરુજીના વચનને મૂકવું નહિ 
ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે ... લાભજ લેવો 

ખટમાસ એકાંતે આસન જીતવું 
ત્યારે અર્ધો યોગ થયો કહેવાય રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
પછી અભ્યાસ વધતો જોને જાય રે ... લાભજ લેવો 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         



No comments:

Post a Comment