Tuesday, December 4, 2018

રમીયે તો રંગમાં રમીયે || Ramiye To Rangma Ramiye || Gangasati Panbai Lyrics Bhajan

રમીયે તો રંગમાં રમીયે પાનબાઈ 
મેલી દઈએ લોકની મરજાદ રે 
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે 
ન હોઈ ત્યાં વાદવિવાદ રે...રમીયે તો રંગમાં

કરતા પણું કોરે મૂકીને રમતા 
આવશે પ્રપંચનો અંત રે 
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું 
એમ કહે છે વેદ ને સંત રે ...રમીયે તો રંગમાં

સાંગોપાંગ એક થય ને રમો
લાગે નહિ બીજો રંગ રે
સાચાની સંગે કાયમ રમતા 
કરવી ભક્તિ અભંગ રે ...રમીયે તો રંગમાં

ત્રિગુણરહિત થઇ કરે નિત કરમ 
એને લાગે નહિ કર્તાપણા નો ડાઘ રે
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ
તેને નડે નહિ કરમનો ભાગ રે ...રમીયે તો રંગમાં   

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

  

No comments:

Post a Comment