Saturday, December 1, 2018

મનડાને સ્થિર કરી || Mandane Sthir Kari || Gangasati Lyrics Bhajan

મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં 
દેખાડું હરિ કેરો દેશ રે 
હરિનો દેશ તમને એવો દેખાડું 
જ્યાં નહિ વર્ણ ને નહિ વેશ જી... મનડાને સ્થિર 

સુક્ષમ સુવું ને સુક્ષમ ચાલવું 
સુક્ષમ કરવો વહેવાર રે 
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ 
ને વૃત્તિ ના ડોલે લગાર જી... મનડાને સ્થિર 

કબુદ્ધિ વાળાનો સંગ નવ કરવો 
રહેવું એકાંતે અસંગ રે 
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો 
નિત્ય રે ચઢાવવો નવો રંગ જી ... મનડાને સ્થિર 

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું 
રહેવું સદાય ઇન્દ્ર-જીત રે 
ગંગા રે સતી એમ બોલિયાં  પાનબાઈ
તો વિપરીત થાશે નહિ ચિત્ત જી... મનડાને સ્થિર  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment