Sunday, December 2, 2018

માણવો હોઈ તો રસ || Manvo Hoi To Ras || Gangasati Lyrics Bhajan

માણવો હોઈ તો રસ માણીલેજો પાનબાઈ 
હવે આવી ચુક્યો પ્યાલો 
કહેવું હતું તે કહી દીધુ પાનબાઈ 
હવે રેણી પાળવા હેતથી હાલો ...માણવો હોઈ તો

રેણી થકી જોને રામ રીઝે પાનબાઈ
રેણી થકી  રોમરોમ ભીંજાય
રેણી થકી શરીરમાં રસ પરવરે
રેણી થકી ઉગાવો જોને થાય  ...માણવો હોઈ તો

રેણી થકી ગુરુજી સાનમાં સમજાવે 
રેણી થકી અમર જોને થવાય 
રેણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ 
રેણી થકી પહોંચી જોને જવાય  ...માણવો હોઈ તો

રેણી તે સર્વેથી મોટી પાનબાઈ 
રેણી થી મરજીવા બની જોને જાય 
ગંગા રે સતી એમ બોલીયા રે 
રેણી પાળીએ થી આંણદ વર્તાઈ  ...માણવો હોઈ તો
ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        

No comments:

Post a Comment