Tuesday, December 4, 2018

મેદાનમાં જેને || Medan Ma Jene Mercho || Gangasati Gujarati Bhajan

મેદાનમાં જેને મોરચો માંડ્યો ને 
પકડ્યો વાંચનનો વિશ્વાસ રે 
ચૌદ લોકમાં કોઈથી ડરે નહિ 
થઇ બેઠા સદગુરુ ના દાસ રે... મેદાનમાં જેને 

સાન ગુરુજીની જે નર સમજ્યો 
એ અટકે નહિ માયા માંહ્ય રે 
રંગ રૂપમાં લપટાઈ નહિને  
જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં જેને 

રહેણી કરણી એની અચળ કહીએ  
એ તો ડગે નહિ જરાય રે 
વચન સમજવામાં સદાય પરિપૂર્ણ 
તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં જેને 

સોઈ વચન સદગુરુજીના ઘરના 
ગામ વિના ગોથા ખાઈ રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
વચન ન સમજિયા નરકમાં જાય રે ... મેદાનમાં જેને 

 ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        






No comments:

Post a Comment