Saturday, December 1, 2018

પી લેવો હોઈ તો રસ || Pi Leve Hoi To Ras Pi Lejo Panbai || Lyrics Bhajan Gangasati Panbai

પી લેવો  હોઈ તો રસ પી લેજો પાનબાઈ 
પ્યાલો આવ્યો ભક્તો કાળનો 
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશેને
અચાનક ખાશે તમને કાળ રે...પી લેવો  હોઈ 

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ 
નહીંતર જમીનમાં વસ્તુ જાશે રે 
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીયે રે 
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે...પી લેવો  હોઈ 

આપ રે મુવા વિના અંત નવ આવે ને 
ગુરુ જ્ઞાન વિના ગોથા ખાશે રે 
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું 
આપવાપણું  તરત જડી જાવે રે...પી લેવો  હોઈ 

વખત આવ્યો તમારે ચેતવનો પાનબાઈ 
મન મેલી થાઓ હોશિયાર રે 
ગંગાસતી એમ બોલિયાં રે
હેતના બાંધો હથિયાર રે ...પી લેવો  હોઈ  

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         





No comments:

Post a Comment