Saturday, December 1, 2018

પૃથુરાજ ચાલ્યા સ્વાધામ || Pruthuraj Chalya Swadham || Gangasati Panbai Lyrics Bhajan

પૃથુરાજ ચાલ્યા સ્વાધામ ત્યારે 
સનકાદિક આવ્યા તેને દ્વાર રે 
રાજયોગ ને અભ્યાસ બતાવ્યો 
જેથી પહોંચી ગયા પરા ને પાર રે...પૃથુરાજ ચાલ્યા

ઉદ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધો 
દેખાડીયુ  પ્રણવ કેરું  ધ્યાન રે 
પ્રણવ જીત્યાને પરમ ગતિ પામ્યા 
જેનું પ્રગટ્યું નિર્મળ જ્ઞાન રે...પૃથુરાજ ચાલ્યા

પાંચ પ્રાણથી ગતિ એને જાણી રે 
ભાળ્યા ત્રિગુણાતીત અવિનાશ રે 
કૃષ્ણકાર સર્વે જગત જણાયું 
જેનો રોમ રોમમાં વાસ રે...પૃથુરાજ ચાલ્યા

એકાગ્રચિત્ત કરી અભ્યાસ આદરો 
તો લાગે ત્રિગુણાતિતમાં તાર રે 
ગંગા સતી એમ બોલિયાં રે 
તમે ભાળો  એને નીર્ધાર રે ...પૃથુરાજ ચાલ્યા 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         


No comments:

Post a Comment