Tuesday, December 4, 2018

યોગી થવું હોય તો || Yogi Thavu Hoi To || Gangasati Panbai Lyrics Bhajan

યોગી થવું હોય તો સંકલ્પ ને ત્યાગો 
ને આદરો તમે અભિયાસ રે 
હરિ ભળવા હોઈ તો હિમ્મત રાખો 
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે... યોગી થવું હોય

રજોગુણી તજોગુણી  આહાર ન કરવો 
ને સ્વપ્ને ન કરવી આશ રે 
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી 
થાય બેવ ગુણનો નાશ રે... યોગી થવું હોય

સત્વગુણમાં ભેદ છે મોટો 
એક શુદ્ધ , બીજો મલિન કહેવાય રે
મલિન ગુણોનો ત્યાગ કરવો 
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે ... યોગી થવું હોય

વિદેહ દશા તેહની પ્રગટે 
જે ત્રણે ગુણથી થયો પાર રે 
ગંગાસતી એમ બોલિયાં રે 
જેનો લાગીયો તુરિયામાં તાર રે ... યોગી થવું હોય 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         

No comments:

Post a Comment