Monday, December 10, 2018

સત્ય વસ્તુમાં || Satya Vastu Ma || Lyrics Bhajan || Gangasati Panbai Bhajan

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું 
એ ચારે વાણી થકી પાર રે
સ્વપ્નમાં પણ જે ચડે નહિ 
એ તો નિર્ભય નર ને નાર રે ... સત્ય વસ્તુમાં 

ભેદવાણી પણાનો સંશય ટળી ગયો ને 
મટ્ટી ગયો વર્ણ વિકાર રે 
તન મન ધન જેને પોતાનું માન્યું નહિ 
સદગુરુ સાથે જે એક તાર રે  ... સત્ય વસ્તુમાં 

એવાને ઉપદેશ તુરંતજ લાગે 
જેને પાળીયો રે સાંગોપાંગ અધિકાર રે
અલોકિક વસ્તુ આ એવા ને કહેજો 
નહિ તો રહેશે ના કહી સાર રે  ... સત્ય વસ્તુમાં 

હરિગુરૂ સંત ને એક રૂપ જાણજો 
ને રહેજો સ્વરૂપમાં લિન રે 
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ 
સમજુ તમે છો મહા પ્રવીણ રે  ... સત્ય વસ્તુમાં 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                         



No comments:

Post a Comment