Monday, December 10, 2018

શીલવંત સાધુને || Shilvant Sadhune || Gangasati Panbai Bhajan || Gangasati Lyrics Bhajan

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ 
જેના બદલે નહિ વ્રતમાન રે 
ચિત્તની વૃત્તિ જેની સદા રહે  નિર્મળી રે 
જેને મહારાજ થયા મહેરબાન રે...શીલવંત સાધુને 

શત્રુ ને મિત્ર જેને એકેય નહિ ઉરમા ને 
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે
મન કર્મ વાણી એ એ તો વચનમાં ચાલે 
એવી રૂડી પાળે જોને રીત રે...શીલવંત સાધુને  

આઠે પહોર એતો મસ્ત થઈને રહેને 
એને જાગી ગયો તુરિયાનો તાર રે 
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું રે 
સદાય ભજન નો જેને આહાર રે ...શીલવંત સાધુને 

સંગત તમે જયારે એવાની કરશો 
ત્યારે ઉતારશો ભવપાર રે 
ગંગા રે સતી એમ બોલિયાં રે પાનબાઈ 
દેખાડે હરી કેરા દ્વાર રે ...શીલવંત સાધુને 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        


No comments:

Post a Comment