Saturday, December 8, 2018

વસ્તુ વિચારી || Vastu Vichari Ne || Gangasati Panbai Bhajan || Lyrics

વસ્તુ વિચારી ને દીજિયે 
જોજો તમે સુપાત્ર રે 
વરસા સુધી અધિકારી પણુ જોવું 
ને ફેર ન રહે અણુમાત્ર રે...વસ્તુ વિચારી

ગુરને ક્રોધ થયો એવું લાગી જાણે 
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે 
ગુરુજીના વચનમાં આનંદ પામે 
જે આવી લાગે તેને પાઇ રે...વસ્તુ વિચારી

એવા શુદ્ધ અધિકારી જેને  ભાળો 
ને તેને કરજો ઉપદેશ રે 
ગંગા રે સતી એમ બોલીયારે 
એને લાગે નહિ કઠણ વચનનું લેશ રે...વસ્તુ વિચારી
ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        
   

No comments:

Post a Comment