Saturday, December 8, 2018

વિવેક રાખો તો || Vivek Rakho To || Gangasati Panbai Lyrics Bhajan

વિવેક રાખો તો તમે સમજીને ચાલો 
ને વસ્તુ રાખો ગુપ્ત રે 
મુખના મીઠ્ઠા ને અંતરના ખોટા 
ને એવાની સાથે નવ થાજો લુબ્ધ રે...વિવેક રાખો તો

અજળ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું 
જેણે રેણી નહિ લગાર રે 
વચન લંપટ ને વિષય ભરેલા 
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે...વિવેક રાખો તો

અહંતા મમતા આશાને અન્યાય 
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે 
એવા માણસ ને અજ્ઞાની ગણ્યા 
ને પોતાની થાય ફજેતી રે ...વિવેક રાખો તો

દાઝના ભરેલા ન દુબજામાં પુરા 
ને નહિ વચનમાં વિશ્વાસ રે 
ગંગા રે સતી એમ બોલિયાં 
ને તમે એવાથી પામજો ત્રાસ રે...વિવેક રાખો તો 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan 
                        




No comments:

Post a Comment