Saturday, December 8, 2018

વીજળીને ચમકારે || Vijadi Ne Chamkare motida || Gangasati Panbai Bhajan Lyrics

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ 
નહીંતર અચાનક અંધારા થાશે જી 
જોત રે જોતામાં દિવસો વહી રે જશે પાનબાઈ 
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી... વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ પાનબાઈ 
અધૂરિયાને નવ કહેવાય જી 
ગુપત રસ નો આ ખેલ છે અટપટો 
આંટી રે મેલો તો સમજાય જી ... વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં રે 
જાણી લ્યો આ જીવ કેરી જાત જી 
સજાતિ ને વિજાતિની જુગતિ બતાવું ને 
બીબે પાડી દવ બીજી ભાત જી... વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ 
તેનો રે દેખાડું તમને દેશ જી 
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો 
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી... વીજળીને ચમકારે 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan 
                        

No comments:

Post a Comment