Thursday, April 16, 2020

कलियुग आयो अब कारमो || Kaliyug ki Andhani || Gangasati Panbai Bhajan

कलियुग आयो अब कारमो , 
सुनलो नर और नार ,
भक्ति धर्म मोहे लुपेंगे , 
रहे नहीं उनकी मर्याद ,....कलियुग

गुरूजी का कहा चेला नहीं मानेगा ,
और घर घर जगेगी ज्योत ,
नर और नारी एकांत में मिलेंगे ,
और नहीं रहे आत्मा की पहचान,.... कलियुग

विषय के व्यापार मे गुरु से मिलेंगे 
जूठे होंगे नर और नार ,
आड़ धर्म की ओथ लेगे ,
रखे नहीं अलख की पहेचान ,.... कलियुग

एक दूजे के अवगुण ढूढेंगे 
और करेंगे खीचताण ,
कजिया कलेश की वृद्धि होगी तब ,
नही आवे प्रभु मोरे द्वार ,.... कलियुग

सच्चे मेरे भाई करे अलख की आराध 
प्रभु पधारे उनके द्वार 
गंगासती ने ऐसा कहा  ,
आप करो सच्चे का संग ,.... कलियुग 


Saturday, January 26, 2019

સ્થિરતા એ રહેજો || Sthirta A Rahevu || Gangasati Panbai Lyrics Bhajan

સ્થિરતા એ રહેજો ને વચન માં ચાલજો 
ને રાખજો રૂડી રીત રે 
અજાણ્યા સાથે વાત નવ કરજો 
ને જેનું મન સદા વિપરીત રે ...સ્થિરતા એ રહેજો 

આગળ ઘણા મહાત્માઓ થઈ ગયા 
ને તેણે કુપાત્ર નો કર્યો નિષેધ રે 
એક આત્મા જાણી ને અજ્ઞાની પ્રબોધિયો 
ને ઉપજાવે અંતર માં ખેદ રે ...સ્થિરતા એ રહેજો 

લિંગ વાસના માં જેનું ચિત્ત લાગ્યું 
ને આશક્ત છે વિષ માંય રે 
એવા ને ઉપદેશ કદી નવ કરવો 
ને જેને લાગે નહિ ઉરમાંય રે  ...સ્થિરતા એ રહેજો 

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું 
ને ચૂકવો નહિ અભિયાસ રે 
ગંગાસતી એમ બોલિયા રે 
ત્યાં ટકે નહિ દૂરી જાણ નો વાસ રે  ...સ્થિરતા એ રહેજો 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan

શાન માં રે શાન માં || Shan Ma Re Shan Ma || Gangasati Panbai Lyrics Bhajan

શાન માં રે શાન માં તમને ગુરુજીની કહું
ઉપજે  આનંદ કેરો ઓધ રે
સિદ્ધ અનુભવ એના ઉર માં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... શાન માં રે શાન માં

ચૌદ લોક થી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લ્યો ઓરખાણ રે
યથાર્થ બોધ વચન નો સુનો પાનબાઈ
મટ્ટી જાય મન ની તાણાવાણ રે ... શાન માં રે શાન માં

વચન થકી ચૌદ લોક રચના
વચન થકી સુરજ ને ચાંદ રે
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે ... શાન માં રે શાન માં

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે નહિ બીજું કાય રે
ગંગાસતી એમ બોલિયાં રે
નડે નહિ માયા કેરી છાંય રે  ... શાન માં રે શાન માં

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan

  

હેઠા ઉતરી ને || Hetha Utri Ne ||Gangasati Panbai Lyrics Bhajan

હેઠા ઉતરી ને પાઇ લાગ્યા રે 
ને ઘણો છે એનો ઉપકાર રે 
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી 
ને લાગ્યો અકરતા પુરુષ માં તાર રે ...હેઠા ઉતરીને 

અખંડ અમર અવિનાશી ભાળ્યા 
ને વસ્તુ છે અગમ અપાર રે 
દયા કરીને મુજને દર્શાવીયા 
ને અનામ એક નીર્ધાર રે...હેઠા ઉતરીને

સમજી ને વાસના સમાય ગઈ 
ને અનુપમ છે એક રૂપ રે 
આત્મ ને અલગ નવ જાણો 
ને એ તો છે શુદ્ધ નિરંજન રૂપ રે...હેઠા ઉતરીને

સર્વે ની સાથે મિત્રતા રાખજો 
ને નહિ પ્રીત નહિ વેર રે 
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે 
એવું સમજી ને કરવી લેર'રે ...હેઠા ઉતરીને 


ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan

સર્વ ઇતિહાસ નો ।। Sarv Etihas No || Gangasati Panbai Lyrics Bhajan

સર્વ ઇતિહાસ નો સિદ્ધાંત એક છે 
સમજવી સદ્દગુરુ કેરી શાન રે 
વિપત્તિ આવે પણ વૃત્તિ ના ડગાવવી 
મેલી દેવું અંતર નું મન રે ...સર્વ ઇતિહાસ નો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવા ની થઈ  છે
જેને શીશ ને કર્યા કુરબાન રે 
વિપત્તિ તો એના ઉરમાં નવ આવે 
જેને મહારાજ થયા મહેરબાન રે ...સર્વ ઇતિહાસ નો

શીશ તો પડે જેના ધડ નવ રહે 
જેને સાચો રે માંડ્યો સંગ્રામ રે 
પોતાનું શરીર જેને વ્હાલું નવ કીધું 
ત્યારે રીઝે આતમ રામ રે ...સર્વ ઇતિહાસ નો

ભક્તિ વિના ભગવાન રીઝે નહિ 
ભલે કોટ્ટી કરે ઉપાય રે 
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ 
આપદા ભક્તિ વિના નવ જાય રે ...સર્વ ઇતિહાસ નો

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan

Monday, December 10, 2018

સરળ ચિત્ત રાખીને || Saral Chitt Rakhine || Gangasati Panbai Lyrics Bhajan

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું 
ને આણવું નહિ અંતરમાં અભિમાન રે 
પ્રાણી માત્રમાં સમ દ્રષ્ટિ રાખવી 
ને અભ્યાસે જીતવો અપાન રે... સરળ ચિત્ત

રજ કર્મ થી સદા દૂર રહેવું 
ને કાયમ કરવો અભ્યાસ રે 
પાંચેય પ્રાણને એક ઘરે લાવવા 
ને શીખવો વચન નો વિશ્વાસ રે ... સરળ ચિત્ત

ડાબી ઇંગલા ને જમણી પિંગલા 
ને રાખવું સ્વર ભેદનમાં ધ્યાન રે 
સૂર્યમાં ખાવું ને ચંદ્ર માં જળ પીવું 
ને કાયમ રહેવુ વર્તમાન રે ... સરળ ચિત્ત

નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે 
ને એમ નક્કી જાણવું નીર્ધાર રે 
ગંગાસતી એમ બોલિયાં રે
ખેલ છે અગમ અપાર રે  ... સરળ ચિત્ત
ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        


સદગુરૂ વચનના || Sadguru Vachan Na || Gangasati Panbai Bhajan Lyrics

સદગુરૂ વચનના થાવ અધિકારી
મેલી દયો અંતરનું અભિમાન 
માંન રે મેલીને તમે આવો રે મેદાન માં 
સમજો ગુરુજીની સાન રે... સદગુરૂ વચનના

અંતર ભાંગ્યા વિના ઉભરો નહિ આવે 
નહિ થાય સાચે સાચી વાત રે 
આટી છૂટે જતારે અંતર તણી ત્યારે 
પ્રભુજી દેખાય ક્ષાત ક્ષાત રે... સદગુરૂ વચનના 

સત્સંગ રસ તો  અગમ અપાર છે 
એતો પીવે કોઈ પીવન  હાર રે
તન મન કેરી જયારે શુદ્ધ બુદ્ધ ભુલાશે 
ત્યારે અરસ પરસ મળશે એક તાર રે ... સદગુરૂ વચનના

ધડની ઉપર જેને શીષ મળે નહિ 
એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર રે
એમ રે તમારું તમે શીષ ઉતારો  
તો તમને રમાડું બાવન બાર રે ... સદગુરૂ વચનના

હું અને મારુ એ મન નુ કારણ પાનબાઈ
એ મન જયારે મટ્ટી જાય રે 
ગંગા રે સતી એમ બોલિયાં પાનબાઈ 
ત્યારે અંતર માં અલખ દેખાય રે ... સદગુરૂ વચનના 

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan